સુરત, તા. 30 મે 2020 શનિવાર
ગુજરાતમાં કોરોના વાઈરસ વકરી રહ્યો હોવાથી કેસમાં સતત વધારો થયો છે. આવા સંજોગોમાં કોરોના યોદ્ધોને કોરોના ચેપ નહીં લાગે તે માટે સાંસદે ગુજરાતની 11000 નર્સિંગ સ્ટાફ માટે 13000 બોટલ સેનિટાઈઝર નર્સિંગ એસોસિએશનને આપવામાં આવી છે.
ગુજરાતમા કોરોના પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે જેથી કોરોના કેસ અને મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. આવા સમયે ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ કોરોના યોદ્ધા પોતાના જીવને જોખમમાં મુકીને લડી રહ્યા છે.
ગુજરાતની સરકારી હોસ્પિટલ, મ્યુનિ.હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની સરકારી હોસ્પિટલની 11000 નર્સિંગ સ્ટાફ છે. નર્સિંગ કોરોના યોદ્ધાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે સાંસદ દ્વારા 13000 હેન્ડ - સેનીટાઈઝર નર્સિંગ એસોસિએશને આપવામાં આવ્યા હતા.
જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની 625 અને પાલિકાની 550 વધુ નર્સિંગ સ્ટાફને હેન્ડ - સેનીટાઈઝર આપવામાં આવ્યું હતું. આથી અમદાવાદ સિવિલ અને પાલિકાની હોસ્પિટલમાં વધુ 2000 સેનિટાઈઝર આપ્યા હતા.
આ પ્રસંગે મેયર દ્વારા સુરતમાં કોરોનાની મહામારીમાં સેવાભાવથી કામગીરી કરતા અજય રાયકાનું મેયરશ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત રાજ્ય બ્રાંચના સેક્રેટરી કિરણભાઇ દોમડિયા એ જણાવ્યું હતું.
Comments
Post a Comment