
સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના એક કોર્પોરેટરે મોદી ભક્તિ સાથે નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે તેવી વાત કરી હતી અને મોદી રાજમાં જ ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તેવી વાત કરી હતી.
પાલિકાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષા આહીરે પાલિકાની સામાન્ય સભામાં દિવાળીમાં હોસ્પિટલની સેવાની વાત સાથે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સારુ રહે અને દીર્ઘાયુ સાથે તેમની ઉંમર 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે અને તેમની હયાતીમાં જ ભારતના હિન્દુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરીએ તેવી પણ પ્રાર્થના કરીએ.
તો બીજી તરફ વિપક્ષ મહિલા કોર્પોરેટરે કહ્યું કે આપણે રામ મંદિરની વાત કરીએ છીએ અને બીજી તરફ વરાછા વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરની આસપાસ નોનવેજની દુકાનો માટે પાલિકા જ લાયસન્સ ઈસ્યુ કરે છે તે સમસ્યાનો કાયમી હલ લાવીને મંદિરની આસપાસ નોનવેજનું વેચાણ ન થાય તેવી કામગીરી કરવા માગણી કરી હતી.
Comments
Post a Comment