આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની 'ઘેરૈયા' પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ
Navratri 2025, Surat : એક તરફ જ્યાં સુરત મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, અને યુવાનો દોઢિયા-પોપટિયા જેવા આધુનિક ગરબામાં મશગૂલ છે, ત્યારે બીજી તરફ આદિવાસી સમાજની 200 વર્ષ કરતાં પણ વધુ જૂની પરંપરા, 'ઘેરૈયા રાસ' આજે પણ જીવંત છે. આધુનિક નવરાત્રિના માહોલ વચ્ચે પણ સુરતના કોટ વિસ્તાર અને આસપાસના ગામોમાં ઘેરૈયાઓનો રાસ જોવા મળી રહ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આજના આધુનિક યુગમાં પણ સુરતીઓ આ પરંપરાગત ઘેરૈયાને શુકનિયાળ માની સન્માન સાથે પોતાના ઘરે ગરબા ગવડાવે છે.
આદિવાસી સમાજની 200 વર્ષ જૂની પરંપરા 'ઘેરૈયા રાસ'
નવરાત્રિનો માહોલ પૂરબહારમાં ખીલ્યો છે અને લોકો જુદી જુદી રીતે માતાજીની આરાધના કરી રહ્યા છે.
Comments
Post a Comment