Surat News: ગુજરાતમાં વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ)ના વેચાણની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ભાવનગરથી સુરત એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે 5.72 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કરી, આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરથી એક વ્યક્તિ એમ્બરગ્રીસ લઈને સુરતના વરાછા વેચવા જવાનો હોવાની સુરત શહેર SOG પોલીસને બાતમી મળી હતી. જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી.
Comments
Post a Comment