'કૂતરો તો ફરશે...', પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામે
Surat News : રાજ્યમાં મહિલા, બાળકો સહિત અનેક લોકો પર પાલતુ શ્વાનના ઘાતક હુમલાના ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પાલતુ શ્વાનના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતુ. સમગ્ર મામલે પરિવારે પોલીસ અને પાલિકા કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી છે. બનાવને લઈને માલિકની નફ્ફટાઈ પણ આવી સામે છે. બાળકના પરિવારે આક્ષેપ કર્યા છે કે, 'શ્વાનનો માલિકે કહેલું કે કૂતરો તો ફરજે, અમારું કાઈ નહીં ઉખેડી શકો..
Comments
Post a Comment