Surat News: સુરતના વેલેન્જા વિસ્તારમાં આવેલી શ્યામ રેસિડેન્સી સોસાયટીમાં એક વિચિત્ર ઘટના બની છે, જ્યાં સોસાયટીના ગેટ પાસે એક વૃદ્ધ બાંકડા પર બેઠા હતા ત્યારે અચાનક ડ્રેનેજ લાઈન તૂટવાથી મોટો ખાડો પડ્યો અને વૃદ્ધ તેમાં ગરકાવ થઈ ગયા. આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ રેસિડેન્સીના ગેટ પાસે ડ્રેનેજ લાઈન તૂટી જવાથી મોટો ભૂવો પડ્યો હતો. આ સમયે એક વૃદ્ધ બાંકડા પર બેઠા હતા. અચાનક જમીન ધસી પડતા વૃદ્ધ ખાડામાં ખાબક્યા હતા.
Comments
Post a Comment