સુરત સહિત ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સુરતીઓ મનભરીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે તો બીજી તરફ સુરત- ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ માટે નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ વીક એન્ડમા વધુ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક જગ્યાએ વીક એન્ડમાં તો કેટલીક જગ્યાએ નવે નવ દિવસ ગરબાનું આયોજન થાય છે અને ત્યાં પરંપરાગત ગરબા જ જોવા મળે છે.
સૌથી વધુ ગુજરાતીઓ વસવાટ કરે છે તેવા કેનેડાના અનેક વિસ્તારમાં નવરાત્રિનું આયોજન મોટા પાયે થાય છે. તેમાં પણ ટોરેન્ટોના વુડબાઈન પાર્કિંગ લોટ માં મોટું આયોજન કરાયું હતું ગઈકાલ શનિવારે વીક એન્ડમાં આ ગ્રાઉન્ડમાં 10 હજારથી વધુ ગુજરાતીઓ- ભારતીઓ ગરબે ઘૂમ્યા હતા.
Comments
Post a Comment