- વરસાદ-ભેજને લીધે ઘટના બન્યાનું વીજ કંપનીનું અનુમાન ! સુરત, તા. 18 જૂન 2019, મંગળવાર તક્ષશીલા આર્કેડની દુર્ઘટનામાં વીજ કંપનીની લાપરવાહીના આક્ષેપો થઇ રહયા છે ત્યારે વીજ કંપનીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. પુણા ગામ પાસે એલ.પી.ડી. સ્કૂલ કોમ્પ્લેક્સની બહાર જ વીજ કંપનીના થાંભલા પર તણખા ઝરવા સાથે ધડાકા સાથે આગ લાગતા ગભરાઇ ફેલાઇ ગયો હતો. પુના ગામ ખાતે વીજ કંપનીના થાંભલા પર વરસાદી મોસમ માં આગ ફાટી નીકળી હતી. પોલ પર ધડાકા થયા હતા, ધુમાડા નીકળ્યા હતા અને કેટલીય મિનિટો સુધી તણખા ઝરીને રોડ ઉપર પડતા રહયા હતા. બાજુ માં જ શાળા આવી હતી. સદ્ભાગ્યે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સર્વિસ કેબલનું સમારકામ શરૂ કરાયું હતું. જોકે, આ ઘટનામાં પણ વીજ કંપનીએ એવો ખુલાસો કર્યો હતો કે, ભારે પવન, વરસાદ અને ભેજને લીધે શોટ સર્કિટ થયાનું અનુમાન છે. પરંતુ સ્થાનિક લોકોમાં ઘટનાને પગલે ભારે આક્રોશ છે. વરસાદી સિઝન હજુ સંપુર્ણ શરૂ થઇ નથી ત્યારે વીજ પોલ પર આ રીતે ધડાકા સાથે આગની ઘટનાની લોકોમાં ગભરાટ છે. જ્યાં ઘટના બન...
Comments
Post a Comment