તહેવારની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ સાથે સુરત પાલિકા પણ ઉત્સવની ઉજવણીમાં સહભાગી બની રહી છે. સુરતમાં આગામી દિવસોમાં આવતી દિવાળીના તહેવાર માટે સુરત પાલિકાની વિવિધ મિલકત-બ્રિજ તથા જાહેર સ્થળોએ લાઇટિંગ કરવા માટે 49 લાખનો ખર્ચ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવી છે.
સુરતીઓ અન્ય તહેવારની જેમ પ્રકાશના પર્વ દિવાળીની પણ ભવ્ય ઉજવણી કરે છે સુરતીઓ પોતાના ઘર અને એપાર્ટમેન્ટ પર રોશનીનો ઝઘમઘાટ જોવા મળે છે. તો બીજી તરફ સુરત પાલિકાની મુખ્ય કચેરી, ઝોન ઓફિસ, બ્રિજ અને અન્ય જાહેર સ્થળોએ આકર્ષક લાઈટથી સજાવવા માટે તૈયારી કરી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન પાલિકાની મિલકત ઝળહળી ઉઠે તે માટે સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન પાલિકાની મિલકત પર 49 લાખના ખર્ચે લાઇટિંગ કરવા માટેની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી દીધી છે.
Comments
Post a Comment