BJP Ward President Viral Video: સુરતમાં વધુ એકવાર રાજકીય નેતા દ્વારા જાહેર માર્ગો પર નિયમો નેવે મૂકીને ઉજવણી કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં વોર્ડ નંબર 24ના ભાજપના પ્રમુખ પ્રકાશ ખેરનારની જન્મદિવસની ઉજવણીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ખેરનારે પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને પોલીસના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
નિયમોની ઐસીતૈસી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધનામાં આવેલી સાંઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ પર જ ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
Comments
Post a Comment