Accident in Surat: સુરત શહેરના હજીરા વિસ્તારમાં ફરી એકવાર 'રફ્તારનો આતંક' જોવા મળ્યો છે. અહીં એક બેફામ ટ્રકચાલકે બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવક બાઈક પર ખમણ વેચીને જઈ રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકચાલકે તેને અડફેટે લીધો હતો.
Comments
Post a Comment