Surat Court Judgement: સુરતની વિશેષ કોર્ટે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર કેસમાં ઐતિહાસિક અને ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. નવા કાયદા હેઠળ શહેરમાં નોંધાયેલા બળાત્કારના આ પ્રથમ કેસમાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સખત સજા ફટકારી છે. આ ગુનો ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 2 જુલાઈ, 2024ના રોજ નોંધાયો હતો, જેમાં પાંચ વર્ષની બાળકી ભોગ બની હતી.
આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી (ઉંમર-37 વર્ષ, રહે. નવાગામ, ડીંડોલી) બાળકીના પડોશમાં રહેતો હતો અને તેના પરિવારથી સારી રીતે પરિચિત હતો.
Comments
Post a Comment