Surat Diwali Special : દિવાળીના તહેવારને તેજસ્વી તેજસ્વી અને સર્જનાત્મક બનાવવા માટે સમય સાથે દીવા અને કોડિયામાં પણ આધુનિકતાનો રંગ જોવા મળી રહ્યો છે. પહેલા માત્ર લાલ માટીના પરંપરાગત દીવા અને કોડિયા જોવા મળતા હતા, પરંતુ હવે મહિલા કારીગરો પોતાની કલાત્મક પ્રતિભાથી તેને આધુનિક ટચ આપી વધુ ડિઝાઈનર-આકર્ષક બનાવી દીધા છે. સ્વદેશી મહિલા કારીગરોએ વિવિધ રંગ અને આકારમાં આકર્ષક કોડિયા અને દીવા બનાવીને દિવાળી તહેવાર માટે વેચાણ માટે મૂક્યા છે.
સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે લોકલ ફોર લોકલ સુત્ર સાથે સુરતમાં સરસ મેળાનું આયોજન થયું છે. સ્થાનિક મહિલા કારીગરોએ બનાવેલી વિવિધ વસ્તુઓ જોવા મળે છે.
Comments
Post a Comment