Surat News : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ગેટ ટુ ગેધરના નામે નોનવેજ પીરસવામાં આવતા વિવાદ ઊભો થયો છે. ગોડાદરાની શાળામાં મંજૂરી વિના જ બિન શાકાહારી ભોજન પીરસાયું છે. સમગ્ર શિક્ષણ જગતને આંચકો આપનારી આ ઘટનાને પગલે શાળાના આચાર્ય, નિરીક્ષક સીઆરસી, યુઆરસી સહિત પાર્ટીમાં હાજર શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં લઈ સસ્પેન્ડ કરવાની માંગણી ઊઠી છે, ત્યારે સમગ્ર મામલે ઈન્ચાર્જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમિતિના ભાજપના એક સભ્યએ બચાવવા માટે ભારે ધમપછાડા કર્યા હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં શાળામાં ગેટ ટુ ગેધરના નામે નોન-વેજ પાર્ટીથી વિવાદ
Comments
Post a Comment