
Gujarat Cyber Crime: ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાંની ગેરકાયદે હેરફેર (મની લોન્ડરિંગ)ના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના કામરેજમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેણે છેલ્લા ચાર મહિનામાં ₹10 કરોડથી વધુની છેતરપિંડીની રકમને ક્રિપ્ટોકરન્સી USDT મારફતે પાકિસ્તાન મોકલી હતી.
કૌભાંડનું પાકિસ્તાન અને ચીન કનેક્શન
સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે, રાજ્યના કેટલાક શખસો કમ્બોડિયા અને મ્યાંનમારમાં સક્રિય ચાઈનીઝ ગેંગ સાથે મળીને આ કૌભાંડ આચરી રહ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોની બેન્કોમાં છેતરપિંડીથી જમા થતી રકમને આ એજન્ટો રોકડમાં ઉપાડીને અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પાકિસ્તાન અને દુબઈ સ્થિત એજન્ટોને મોકલતા હતા.
Comments
Post a Comment