નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા-પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત-3 પર હિમવર્ષા બાદ સંપર્ક તૂટ્યો

Gujarat Father-Daughter Lost in Nepal: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પિતા અને તેમની પુત્રી નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા હોવાના સમાચારથી પરિવારમાં ચિંતાનો માહોલ છે. 10 દિવસમાં પરત ફરવાની યોજના સાથે ગયેલા આ પિતા-પુત્રીનો બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો છે.
ટ્રેકિંગનો પ્રવાસ અને સંપર્ક તૂટ્યો
મળતી માહિતી અનુસાર, કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તે 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા, 17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતી.
Comments
Post a Comment