
Surat News: સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલના આકસ્મિક અવસાનથી સમગ્ર પોલીસબેડામાં સન્નાટો છવાઈ ગયો છે. રવિવારે બપોરે ઘરેથી જમીને પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારબાદ તેમને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી રવિવારે બપોરે પોતાની નોકરી પરથી ઘરે જમવા માટે ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને પરત ફર્યા ત્યારે અચાનક તેમની છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેના પગલે તેઓ બેભાન થઈ ગયા હતા.
Comments
Post a Comment