- મહિધરપુરા હીરાબજારમાં મદદ માંગવાના બહાને આવેલા મૂકબધીર યુવાને કરેલી ચોરી પણ સીસીટી.વી ફુટેજમાં પકડાઈ ગઈ હતી
( પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
મહિધરપુરા હીરા બજાર ડાયમંડ વિલેજ માંથી ગત ૧૮મી ના રોજ રૂ. ૪૦ લાખના હીરા ચોરનાર મૂક બધિરે બાજુની બિલ્ડિંગમાં આવેલી હીરાની એક ઓફિસમાંથી નવ માસ અગાઉ રૂ. ૨ લાખનો હીરો ચોર્યો હતો. મદદ માંગવાના બહાને આવેલા મૂક બધિર યુવાને હીરો ચોરી લીધો છે એવું સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યા બાદ ભોગ બનનાર વેપારીએ પોતાની ભૂલ છે તેમ સમજી તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વાવ ના વતની અને સુરતમાં અઠવાલાઇન્સ લાલ બંગલા આદેશ્વર આવાસમાં રહેતાં રોનકભાઈ ધીરજભાઈ વોહેરાની મહિધરપુરા જદાખાડી હીરાબજારમાં હિન્દુસ્તાન ડાયમંડ સેન્ટર બિલ્ડીંગમાં ચોથા માળે ઓફિસમાંથી તા.૫ જુન, ૨૦૧૮ના રોજ સહાય માંગવા આવેલો ૩૨થી ૩૫ વર્ષીય અજાણ્યાએ ભૂરા રંગની ફાઇલમાં થોડા કાગળો ઓફસમાં આવ્યો હતો. કારીગર સનિલભાઇને કાગળો બતાવ્યા હતા. બાદમાં રોનકભાઇએ તેને રૂા.૨૦ કાઢીને આપી દીધા હતા.
યુવાનના ગયા બાદ રોનકભાઈના પિતા ઓફિસમાં આવ્યા હતા અને ફાઇન્ટેક એલ.એસ માંથી આવેલા હીરા જોવા માંગ્યા હતા. પણ ત્યારે ચારમાંથી ૩ પેકેટ જ મળતા ફુટેજ ચકાસતા પેલો યુવાન ફાઇલની આડમાં રૂા.૨ લાખની કિંમતના હીરાનું પેકેટ ચોરી જતા જોવા મળ્યો હતો. બાદમાં તે દાલગીયા શેરી તરફ જતા દેખાયો હતો. ચોરી વેળા ઓફિસમાં કુલ ચાર વ્યક્તિ હાજર હતી.
પોતાની ભૂલ હોવાથી રોનકભાઇએ ત્યારે પોલીસ ફરિયાદ ટાળી હતી. પણ તાજેતરમાં તા.૧૮માર્ચે તેમને ત્યાં ચોરી થઇ તે જ સ્ટાઇલમાં બાજુની ડાયમંડ વિલેજ બિલ્ડીંગમાંથી રૂા.૪૦ લાખના હીરા ચોરાતા મૂક બધિર યુવાન વિરુધ્ધ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ વાય જે પટેલ કરી રહ્યા છે.
Comments
Post a Comment