- નાના વરાછા ગામતળની જગ્યામાં શિક્ષક કમ બિલ્ડર સવજી પાઘડાળના કૌશલ વિદ્યાલયમાં છેવટે ડિમોલીશન કરી રૂા.૨ લાખ ચાર્જ વસુલ કરાયો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 29 મે 2019, બુધવાર
સરથાણાની તક્ષશિલા કોમ્પ્લેક્ષ દુર્ઘટનમાં જેના ગેરકાયદે બાંધકામના કારણે ૨૨ નિર્દોષના જીવ ગુમાવ્યા તે શિક્ષક કમ બિલ્ડર સવજી પાઘડાળે નાના વરાછામાં પણ એક સ્કુલનું જોખમી અને ગેરકાયદે બાંધકામ કર્યું હતું. સવજી પાઘડાળે નાના વરાછામાં કૌશલ વિદ્યાલય નામની સ્કુલ બનાવી હતી તે બે બિલ્ડીંગમાં પણ એક અને દોઢ માળનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતુ.ં આ ઉપરાંત આ બિલ્ડીંગમા એલીવેશન પણ ગેરકાયદે હોવાથી મ્યુનિ. ંતત્રએ પ્લાન વિરૂધ્ધના એક અને દોઢ માળ દુર કરી બે લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. તક્ષશિલા બિલ્ડીંગની જેમ જ આ બિલ્ડીગ પણ જોખમી બનાવી હતી જેનું ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી કરવામા આવી હતી.
૨૨ નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડ બનાવનારા બિલ્ડર સવજી પાઘડાળે નાના વરાછામાં પણ કૌશલ વિદ્યાલય નામની સ્કુલ બનાવી હતી. આ સ્કુલ માટે ૨૦૧૧-૧૨માં પ્લાન પાસ કરાવ્યો હતો. સવી પાઘડાળે નાના વરાછાના ગામ તળના ચાલતા નંબર ૧માં બે અલગ અલગ બ્લોક ભેગા કરીને કૌશલ વિદ્યાલય નામની સ્કુલ બનાવી હતી. આ સ્કુલમાં એક પ્લોકમા ત્રણ માળ અને બીજા બ્લોકમાં સાડા ત્રણ માળનું બાંધકામ મંજુર કરાવ્યું હતું. જોકે, આ સ્કુલમાં હાલ ચાર માળનું બાંધકામ કરીને સ્કુલ ચલાવવામા ંઆવી રહી છે.
એક બ્લોકમાં દોઢ માળ અને બીજા બ્લોકમાં એક માળનું ગેરકાયદે બાંધકામ છે તે દુર કરવાની કામગીરી મ્યુનિ. તંત્રએ હાથ ધરી હતી. તક્ષશિલા આર્કડની તપાસ કરવા સાથે સ્કુલની તપાસ કરતાં નાના વરાછામાં કૌશલ વિદ્યાલયનું ગેરકાયદે બાંધકામ બહાર આવ્યુ ંહતું આ બાંધકામ પણ તક્ષશિલા આર્કેડના માલિકનું જ હતું તે દુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ બિલ્ડીંગમાં એલીવેશન પણ એવી રીતે બનાવવામા આવ્યુ ંહતુ ંકે, કોઈ દુર્ઘટના થાય તો બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી શકે તેમ હતી. તેના કારણે મ્યુનિ. તંત્રએ એલીવેશન પણ તાત્કાલિક દુર કરી દીધુ ંહતું.
તક્ષશિલા આર્કેડના માલિકની નાના વરાછાનું સ્કુલનું બાંધકામ દુર કરીને વરાછા ઝોને ૯૩૦૦ ચો.ફુટ બાંધકામ દુરકરીને ડિમોલીશન ચાર્જ પેટે ૨ લાખ રૂપિયાનો ચાર્જ વસુલ્યો હતો. તક્ષશિલા આર્કેડના બિલ્ડરે ગેરકાયદે અને જોખમી કરેલું બાઁધકામ દુર કરવાની કામગીરી કરવામા ંઆવી હતી.તક્ષશિલા આર્કેડના માલિકનું આ બીજું ગેરકાયદે બાંધકામ બહાર આવ્યું છે જેના કારણે હવે સુરતમાં હજી પણ કોઈ બાંધકામ આ માલિકના છે કે નહીં અને હોય તો કાયદેસર છે કે નહીં તે અંગેની તપાસ મ્યુનિ. તંત્રએ શરૂ કરી દીધી છે.
Comments
Post a Comment