Skip to main content

ઉદ્યોગોને ફાયદો કરાવવા અધિકારીઓએ મ્યુનિ. કમિશ્નરને પણ બનાવ્યા


સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓ દલાલની ભૂમિકામાં આવી ગયા હતા. દોઢ વર્ષ પહેલાં પાલિકાએ આ કામને સૈધાંતિક મંજુરી સાથે એવો નિર્ણય કર્યો હતો. કે હજીરાની કંપની સાથે એમ.ઓ.યુ થાય ત્યાર બાદ જ ટેન્ડર ખોલવા. પરંતુ પાલિકાના અધિકારીઓ હજીરાની કંપનીને ફાયદો પહોંચાડવા માટે એટલા ઉતાવળા હતા કે કોઈ એમ.



source https://www.gujaratsamachar.com/news/gujarat/some-officials-of-the-surat-municipality-played-the-role-of-brokers-to-benefit-the-industries

Comments

Popular posts from this blog

રૂા. 40 લાખના હીરા ચોરનાર મૂકબધીરે અગાઉ પણ રૂા. 2 લાખનો હીરો તફડાવ્યો હતો

- મહિધરપુરા હીરાબજારમાં મદદ માંગવાના બહાને આવેલા મૂકબધીર યુવાને કરેલી ચોરી પણ સીસીટી.વી ફુટેજમાં પકડાઈ ગઈ હતી ( પ્રતિનિધિ દ્વારા)  સુરત, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર મહિધરપુરા હીરા બજાર ડાયમંડ વિલેજ માંથી ગત ૧૮મી ના રોજ રૂ. ૪૦ લાખના હીરા ચોરનાર મૂક બધિરે બાજુની બિલ્ડિંગમાં આવેલી હીરાની એક ઓફિસમાંથી નવ માસ અગાઉ રૂ. ૨ લાખનો હીરો ચોર્યો હતો. મદદ માંગવાના બહાને આવેલા મૂક બધિર યુવાને હીરો ચોરી લીધો છે એવું સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યા બાદ ભોગ બનનાર વેપારીએ પોતાની ભૂલ છે તેમ સમજી તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વાવ ના વતની અને સુરતમાં અઠવાલાઇન્સ લાલ બંગલા આદેશ્વર આવાસમાં રહેતાં રોનકભાઈ ધીરજભાઈ વોહેરાની મહિધરપુરા જદાખાડી હીરાબજારમાં હિન્દુસ્તાન ડાયમંડ સેન્ટર બિલ્ડીંગમાં ચોથા માળે ઓફિસમાંથી તા.૫ જુન, ૨૦૧૮ના રોજ સહાય માંગવા આવેલો ૩૨થી ૩૫ વર્ષીય અજાણ્યાએ ભૂરા રંગની ફાઇલમાં થોડા કાગળો ઓફસમાં આવ્યો હતો. કારીગર સનિલભાઇને કાગળો બતાવ્યા હતા. બાદમાં રોનકભાઇએ તેને રૂા.૨૦ કાઢીને આપી દીધા હતા.  યુવાનના ગયા બાદ રોનકભાઈના પિતા ઓફિસમાં આવ્યા

તક્ષશિલાના ભાગીદારની સ્કૂલમાંં પણ દોઢ માળનું ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હતું

- નાના વરાછા ગામતળની જગ્યામાં શિક્ષક કમ બિલ્ડર સવજી પાઘડાળના કૌશલ વિદ્યાલયમાં છેવટે ડિમોલીશન કરી રૂા.૨ લાખ ચાર્જ વસુલ કરાયો (પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 29 મે 2019, બુધવાર સરથાણાની તક્ષશિલા કોમ્પ્લેક્ષ દુર્ઘટનમાં જેના ગેરકાયદે બાંધકામના કારણે ૨૨ નિર્દોષના જીવ ગુમાવ્યા તે શિક્ષક કમ બિલ્ડર સવજી પાઘડાળે નાના વરાછામાં પણ એક સ્કુલનું જોખમી અને ગેરકાયદે બાંધકામ કર્યું હતું.  સવજી પાઘડાળે નાના વરાછામાં કૌશલ વિદ્યાલય નામની સ્કુલ બનાવી હતી તે બે બિલ્ડીંગમાં પણ એક અને દોઢ માળનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતુ.ં આ ઉપરાંત આ બિલ્ડીંગમા એલીવેશન પણ ગેરકાયદે હોવાથી મ્યુનિ. ંતત્રએ પ્લાન વિરૂધ્ધના એક અને દોઢ માળ દુર કરી બે લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. તક્ષશિલા બિલ્ડીંગની જેમ જ આ  બિલ્ડીગ પણ જોખમી બનાવી હતી જેનું ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી કરવામા આવી હતી. ૨૨ નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લેનાર તક્ષશિલા આર્કેડ બનાવનારા બિલ્ડર  સવજી પાઘડાળે નાના વરાછામાં પણ  કૌશલ વિદ્યાલય નામની સ્કુલ બનાવી હતી. આ સ્કુલ માટે ૨૦૧૧-૧૨માં પ્લાન પાસ કરાવ્યો હતો.  સવી પાઘડાળે નાના વરાછાના ગામ તળના ચાલતા નંબર ૧માં બે

ફાઇનાન્સરની પઠાણી ઉઘરાણીઃ ત્રણ સાગરીતો સાથે ટ્રાવેલ સંચાલકને માર માર્યો

- રૂા.૫૦ હજારનું પાંચ ટકા વ્યાજ નિયમિત ચૂકવવા છતાં પૈસા રાખવા હોય પેનલ્ટી ચાર્જ પણ ચૂકવવો પડશે કહી પૈસાની માંગણી (પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 26 જૂન 2019, બુધવાર પાંચ ટકાના વ્યાજે રૂ.૫૦,૦૦૦ લેનાર વરાછાના ટ્રાવેલ્સ સંચાલક પાસે પઠાણી ઉઘરાણી કરતા ફાઇનાન્સરે રૂ.૫૦,૦૦૦ રાખવા હોય તો પેનલ્ટી ચાર્જ ચૂકવવો પડશે તેમ કહી પોતાના ત્રણ સાગરીતો સાથે મળી ટ્રાવેલ્સ સંચાલકને માર માર્યો હતો. તે દરમિયાન ટ્રાવેલ્સ સંચાલકના રૂ.૭૭૦૦ પણ પડી ગયા હતા.  પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના સાવરકુંડલાના વડાગામના વતની અને સુરતમાં વરાછા મારૂતી ચોક પાસે નીલકંઠ સોસાયટી ઘર નં. ૯૭ માં રહેતા ૨૮ વર્ષીય જીગ્નેશભાઈ જનકભાઈ મેણીયા ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેમણે ફાઇનાન્સર રમેશ રબારી પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂ.૫૦,૦૦૦ લીધા હતા અને તેનું દર મહિને રૂ.૨૨૫૦ વ્યાજ ચૂકવતા હતા. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી ફાઇનાન્સર રમેશ રબારી ફોન કરી કહેતા હતા કે તમારે રૂ.૫૦,૦૦૦ રાખવા હોય તો તેનો પેનલ્ટી ચાર્જ પણ ચૂકવવો પડશે. તેમ કહી તે પઠાણી ઉઘરાણી કરતા હતા. આ મામલે વાત કરવા જીગ્નેશભાઇને કાલે રાતે આઠ વાગ્યે વરાછા પરિમલ સોસાય