- જરીના કારખાનમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા, લીકેજને સ્પાર્ક મળતા દુર્ઘટના
- શરૂઆતમાં લોકોને સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તેમ લાગ્યું : ત્રણ યુવાન બહાર હોય બચી ગયા
સુરત, : સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં એક રૂમમાં રહેતા અને જરીના કારખાનમાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનો આજે વહેલી સવારે ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા ત્યારે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા આગ ફાટી નીકળી હતી.ધડાકાભેર લાગેલી આગમાં ત્યાં હાજર સાત યુવાનો દાઝી જતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ અને બાદમાં કિરણ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તે પૈકી ચાર યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગે ફાયરબ્રિગેડના સૂત્રો તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષના બીજા માળે એક રૂમમાં કેટલાક પરપ્રાંતીય યુવાનો ભાડેથી રહે છે અને જરીના કારખાનામાં નોકરી કરે છે.આજે વહેલી સવારે નોકરી ઉપર જતા પહેલા યુવાનો તેમનું ટિફિન બનાવવા રસોઈની તૈયારી કરતા હતા તે સમયે ગેસ લીકેજને પગલે એકત્ર થયેલા ગેસને સ્પાર્ક મળતા ધડાકાભેર આગ ફાટી નીકળી હતી.ત્યાં હાજર 16 થી 29 વર્ષના સાત યુવાનો આગની લપેટમાં આવતા બચવા માટે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
source https://www.gujaratsamachar.com/news/gujarat/seven-youths-burnt-in-flash-fire-after-gas-leakage-in-fulpada-four-in-critical-condition
Comments
Post a Comment